Home> Gujarat
Advertisement
Prev
Next

નમસ્તે ટ્રમ્પ: NSGની ટીમ મોટેરા સ્ટેડિયમ પહોંચી, સુરક્ષાની સમીક્ષા માટે કરી મોકડ્રીલ

અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રાત્રે NSGની ટીમ સુરક્ષાની સમીક્ષા કરવા પહોંચી ત્યારે મોકડ્રીલ કરી. ગાડીઓના કાફલા સાથે ગઈ કાલે મોડી રાતે NSGની ટીમ સ્ટેડિયમમાં પહોંચી અને સ્ટેડિયમના મુખ્ય સ્ટેજનું નીરિક્ષણ કર્યું. સ્ટેડિયમની અંદર બનાવવામાં આવેલા મુખ્ય સ્ટેજ અને સ્ટેડિયમમાં NSG કમાન્ડોએ ચેકીંગ કર્યું.

નમસ્તે ટ્રમ્પ: NSGની ટીમ મોટેરા સ્ટેડિયમ પહોંચી, સુરક્ષાની સમીક્ષા માટે કરી મોકડ્રીલ

જાવેદ સૈયદ, અમદાવાદ: વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસીય ભારત યાત્રાની શરૂઆતના પ્રથમ દિવસે જ અમદાવાદની મુલાકાત લેવાના છે. પ્રેસિડેન્ટની મુલાકાત દરમિયાન ચકલું ય ફરકી શકે નહીં તેવો જડબેસલાક બંદોબસ્ત ગુજરાત પોલીસ, એસપીજી, એટીએસ અને યુએસ સિક્રેટ ર્સિવસ એજન્સી દ્વારા ગોઠવાયો છે. ઠેર ઠેર ચેકિંગના પોઈન્ટ ઉભા કરાયા છે. સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે.

fallbacks

અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રાત્રે NSGની ટીમ સુરક્ષાની સમીક્ષા કરવા પહોંચી ત્યારે મોકડ્રીલ કરી. ગાડીઓના કાફલા સાથે ગઈ કાલે મોડી રાતે NSGની ટીમ સ્ટેડિયમમાં પહોંચી અને સ્ટેડિયમના મુખ્ય સ્ટેજનું નીરિક્ષણ કર્યું. સ્ટેડિયમની અંદર બનાવવામાં આવેલા મુખ્ય સ્ટેજ અને સ્ટેડિયમમાં NSG કમાન્ડોએ ચેકીંગ કર્યું. ગઈ કાલથી જ મોટેરા સ્ટેડિયમને અમેરિકાની સુરક્ષા એજન્સીઓ અને ભારતીય કમાન્ડોએ સુરક્ષાકવચથી ઘેરી લીધું છે. 

જુઓ LIVE TV

ટ્રમ્પની મુલાકાતના પગલે તંત્ર દ્વારા વધારાના બે કંટ્રોલ રૂમ ઉભા કરવામાં આવ્યા છે. જે પૈકી એક કંટ્રોલ રૃમ સ્ટેડિયમમાં અને રોડ શો સહિત ટ્રમ્પના રૂટ પર જ્યાં ક્યાંય પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તેનું મોનિટરિંગ કરશે. જ્યારે બીજો કંટ્રોલ રૂમ જુદી જુદી ઈવેન્ટ માટે જે પાંચ ટીમને જવાબદારી સોંપાઈ છે તેનું મોનિટરિંગ કરશે. પ્રેસિડેન્ટની સુરક્ષા પાછળ 12 થી 15 કરોડનો ખર્ચ કરવામાં આવે તેવો અંદાજ મુકવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More